નાગરિક કર્તવ્ય એ દેશ સેવા, કર્તવ્ય સાથે નું દરેક કાર્ય ભારત ને પરમ વૈભવ સુધી પહોંચાડશે
નાગરિક કર્તવ્ય એ દેશ સેવા, કર્તવ્ય સાથે નું દરેક કાર્ય ભારત ને પરમ વૈભવ સુધી પહોંચાડશે
પીે.ભચાઉમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન અને શસ્ત્ર પૂજન કરી વિજય દસમી ઉત્સવ ઉજવાયો
ભચાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘના છ ઉત્સવ પૈકીના વિજયા દશમી ઉત્સવ ઉજવાયો હતો જેમાં શહેરના મુખ્ય માર્ગો પરથી રાષ્ટ્રીય સંઘના કાર્યકર્તાઓ દ્વારા પથ સંચલન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું
સંસ્કૃતિક વિશેષતાઓથી સભર આપણા રાષ્ટ્રમાં સાંસ્કૃતિક આધાર પર એકતા અને અખંડતા બનાવી રાખવાના હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નિરંતર કાર્યરત છે આ કાર્યને બળ અને ઉત્સાહ તેમજ સમગ્ર સમાજનો સક્રિય સંયોગ મળે તે માટે વિદ્યાદશ્મી ઉત્સવની ઉજવણી વર્ષોથી કરવામાં આવે છે જેના ભાગરૂપે ભચાઉ શહેરમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો
ભચાઉ નગરમાં આસો સુદ દશમ ના વિજયાદશમી તહેવારને લઈ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના શૈક્ષણિક સંકુલ એચ. ડી.ડી કન્યા વિદ્યાલયથી ભચાઉ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યોજાયેલા પથ સંચાલન કાર્યક્રમમાં જોડાયા હતા પથ સંચાલન કન્યા વિદ્યાલય થી શહેરની મુખ્ય બજાર વીર સાવરકર ચોક થી મહારાણા પ્રતાપગેટ ફૂલવાડી વિસ્તાર ગાયત્રીનગર થી શિવાજી મહારાજ ગેટ પહોંચી શહેરની મુખ્ય બજારમાં ફરી અને ગવર્મેન્ટ હાઈસ્કૂલ થી કન્યા વિદ્યાલય પહોંચ્યો હતો
પથ સંચલન નગરના ઘોષવાદન સાથે નીકળ્યું હતું શિસ્ત બદ્ધ રીતે નીકળેલ પથ સંચલનને શહેરના નાગરિકોમાં ઉત્સાહ સાથે આકર્ષણ જમાવ્યું હતું પથ સંચલન પૂર્ણ થયા બાદ એચ ડી ડી કન્યા વિદ્યાલયના વિશાળ પટાંગણમાં વિજયા દશમી ઉત્સવ ને લઈ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભચાઉ શહેરના આસિસ્ટન્ટ કરેક્ટર અભિષેકકુમાર પ્રમોદજી તાલે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના વ્યક્તવ્યમાં સંઘના પાંચ પરિવર્તન બાબતની ચર્ચા કરી હતી અને નાગરિક કર્તવ્ય વિશે જણાવ્યું હતું અને તેની શરૂઆત સ્વયંથી કરવા ઉપસ્થિત સંઘના સ્વયંસકો વચ્ચે વાત મૂકી હતી તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે નાગરિક કર્તવ્ય સાથે કરેલું દરેક કાર્ય આપણા દેશની ઉન્નતી તરફનો પ્રયાણ છે અને તેની શરૂઆત પોતાનાથી કરવાની રહે છે
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે મેઘજીભાઈ રવજીભાઈ હીરાની - ગૌ સેવા સંયોજક સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પોતાના વ્યક્ત કરવામાં જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પંચ પરિવર્તનની વાત લોકો સમક્ષ મૂકવામાં આવી છે જેમાં પર્યાવરણ, પરિવાર, પ્રદૂષણ, સ્વદેશી, અને સમરસતા જેવા વિષયો ઉપર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમાં તેમણે વિશેષ રીતે કચ્છની આબોહવા માં પાણી ની ખાસ બચત અને ખેતીમાં પ્રાકૃતિક ખેતી કરવાની વાત પણ મૂકી હતી, ગૌ સેવા સાથેની ખેતી સમૃદ્ધિ તરફ લઈ જાય છે અને પરિવાર સાથે મળીને કરેલા કાર્યો વિશેષ કરીને પરિવારને જોડી રાખે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી
યોજાયેલા મંચસ્થ કાર્યક્રમમાં વાગડ વિસ્તારના ભચાઉ રાપર તાલુકા વિસ્તારના આસિસ્ટન્ટ કલેક્ટર અભિષેક કુમાર તાલે સાથે મુખ્ય વક્તા મેઘજીભાઈ હીરાણી અને ભચાઉ નગર કાર્યવા હ પંકજભાઈ લકુમ ઉપસ્થિત રહ્યા હતા ભચાઉ નગરના વિવિધ વિસ્તારના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જયમત ઉઠાવી હતી



