ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

રાપર નગરપાલિકાની સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અવિરત દંડનીય કાર્યવાહી: વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા અનુરોધ

રાપર નગરપાલિકાની સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અવિરત દંડનીય કાર્યવાહી: વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા અનુરોધ

• REPUBLIC INDIA TODAY

રાપર નગરપાલિકાની સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અવિરત દંડનીય કાર્યવાહી: વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા અનુરોધ

રાપર નગરપાલિકાએ ઝુંબેશ અંતર્ગત ૭૫૩ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો

રાપર શહેરને સ્વચ્છ, સુંદર અને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાપર નગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વેપારી મથકો અને વિસ્તારોમાં અવિરત ચેકિંગ હાથ ધરીને અંદાજે ૭૫૩ કિલો જેટલો ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  આ સમગ્ર પ્લાસ્ટિક જપ્તીની કામગીરી રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંદીપ સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. નાગરિકો અને વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. 

શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના આ મહાઅભિયાનમાં નગરપાલિકાની સમગ્ર ટીમે ઉત્સાહભેર જોડાઈને કામગીરી કરી હતી. આ ટીમમાં સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી હસમુખજી, સ્વચ્છતા માર્શલ શ્રીમતી શીતલબેન જામ, શ્રી હેતુભા રાઠોડ, શ્રી રાજેશભાઈ, શ્રી ચંદ્રસિંહ, શ્રી સંજયસિંહ, શ્રી ધર્મેન્દ્રસિંહ, શ્રી કાનજીભાઈ, શ્રી રાજદિપદાન, શ્રી અર્જુનભાઈ, શ્રીમતી દીપાલીબેન, શ્રી નિલેશભાઈ, શ્રી શૈલેશ તથા શ્રી પિન્ટુભાઈ સહિત નગરપાલિકાના અન્ય કર્મચારીઓ અને સ્વચ્છતા સૈનિકોએ યોગદાન આપ્યું હતું.

આ તકે રાપર નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાના-મોટા વેપારીઓ તથા આમ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે પર્યાવરણના રક્ષણ માટે અને કાયદાનું પાલન કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો. પ્લાસ્ટિકના બદલે કાપડ કે શણની થેલીઓનો ઉપયોગ કરવાને પ્રાથમિકતા આપવી.‌ નગરપાલિકા દ્વારા વિશેષ જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ પ્લાસ્ટિક નાબૂદી અંગેની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમભંગ કરનારાઓ સામે દંડનીય તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર અનિલ ઠક્કર

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો