ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ભચાઉ–રાપરમાં ગેરકાયદે ખનન સામે તંત્ર ત્રાટક્યું! રૂ. ૮ કરોડનો મુદ્દામાલ જપ્ત

ભચાઉ–રાપરમાં ગેરકાયદે ખનન સામે તંત્ર ત્રાટક્યું! રૂ. ૮ કરોડનો મુદ્દામાલ જપ્ત

• REPUBLIC INDIA TODAY

 ભચાઉ–રાપરમાં ગેરકાયદે ખનન સામે તંત્ર ત્રાટક્યું! રૂ. ૮ કરોડનો મુદ્દામાલ જપ્ત

લોદ્રાણીથી સુરજબારી સુધી સંયુક્ત ટીમની મેગા ડ્રાઇવ; હિટાચી, ટ્રક અને લોડર સહિત અનેક વાહનો કબજે, ઓવરલોડ વાહનો સામે રૂ. ૩.૬૦ લાખનો દંડ

ભચાઉ–રાપર, કચ્છ: કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજના ગેરકાયદેસર પરિવહન સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટરની સૂચનાના પગલે તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ભચાઉ અને રાપર તાલુકામાં સંયુક્ત ટીમ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. ૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. મ દદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભચાઉ, બંને તાલુકાના મામલતદારો તથા ખાણ-ખનિજ વિભાગની ટીમે વિવિધ સ્થળોએ તપાસ કરી હતી. રાપર તાલુકાના લોદ્રાણી ખાતે આશરે બે એકર વિસ્તારમાં ખનન સ્થળેથી બે હિટાચી અને ત્રણ ટ્રક કબજે કરવામાં આવ્યા હતા. રાપર ખાતેથી ગેરકાયદેસર ખનિજનું પરિવહન કરતા ૧૩ ટ્રકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત જાટાવાડા ખાતે ખનન સાઇટ પરથી એક ટ્રેક્ટર-કમ-લોડર, સુરજબારી ટોલ પ્લાઝા પાસેથી રોયલ્ટી વગરના ચાર ટ્રક અને ૧૫ ઓવરલોડ ટ્રકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ તાલુકાના આધોઈ ખાતેથી એક હિટાચી સીઝ કરવામાં આવી હતી. ઓવરલોડ વાહનો સામે આર.ટી.ઓ. વિભાગની મદદથી સ્થળ પર જ રૂ. ૩.૬૦ લાખનો દંડ કરવામાં આવ્યો હતો. લોદ્રાણી ખાતેના ખનન સ્થળે વધુ તપાસ અને કાર્યવાહી કરવા ખાણ-ખનિજ વિભાગને સૂચના આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા વાહનો સામે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઑફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, ૨૦૧૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દંડની આગળની કાર્યવાહી માટે વાહનોનો કબજો સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે ગેરકાયદેસર ખનનના સ્થળોએ અગાઉથી તપાસ થઈ હતી કે નહીં અને આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી? લોદ્રાણી સહિતના વિસ્તારોમાં આગળની તપાસ દરમિયાન શું વિગતો બહાર આવે છે અને જવાબદારો સામે કેવાં પગલાં લેવાય છે તેના પર સ્થાનિક લોકોની નજર રહેશે.

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો